ગુજરાતીમાં માહિતી

GP (ડૉક્ટર) દર્દી સર્વેક્ષણ સાઇટમાં સ્વાગત છે.

GP દર્દી સર્વેક્ષણ યુકેમાં દસ લાખથી વધુ લોકોને મોકલવામાં આવે છે. તે લોકોને તેમના GPs અંગે પ્રતિભાવ આપવાની તક આપે છે. GPs તેમની પ્રૅક્ટિસોમાં દર્દીનો અનુભવ સુધારવા માટે આ પરિણામોનો ઉપયોગ કરી શકે છે.

જો તમને ટપાલમાં કાગળનું સર્વેક્ષણ ફૉર્મ મળ્યું હોય, તો અમે ઇચ્છીશું કે તમે ભાગ લો. અમે અન્ય ભાષાઓમાં આખી વેબસાઇટ પૂરી પાડી શકતા નથી, તેમ છતાં આ પાનું ગુજરાતીમાં સર્વેક્ષણ પૂરું કરવામાં સહાયતા આપે છે.

અમે મોકલેલા પત્રની એક નકલ અને વારંવાર પુછાતા પ્રશ્નોની પસંદગીની ગુજરાતીમાં સુલભતા મેળવવા માટે જમણી બાજુની લિંક્સ પર ક્લિક કરો.

તમે જમણી બાજુની લિંક પર ક્લિક કરીને ગુજરાતીમાં સર્વેક્ષણ ઑનલાઇન પણ ભરી શકો છો. તમને તમારો સંદર્ભ નંબર અને પાસવર્ડ દાખલ કરવાનું કહેવામાં આવશે. આ તમારી કાગળની પ્રશ્નાવલિના પહેલા પાના પર છે. એક હેલ્પલાઇન પણ છે જ્યાં તમે ગુજરાતીમાં વધુ માહિતી મેળવી શકો છો અથવા જો તમને ભાગ લેવા માટે પસંદ કરવામાં આવ્યા હોય તો ટેલિફોન દ્વારા પ્રશ્નાવલિ પૂરી કરી શકો છો.

ગુજરાતીમાં ટેલિફોન પૂછપરછો માટે, કૃપા કરીને 0800 819 9140 પર કૉલ કરો.